આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો


પાલક માતા-પિતા યોજના


--------------->  લાભ કોને મળે 

આ યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકોના પાલક માતા-પિતા ને તથા જે બાળકોના માતા પિતા પૈકી પિતા મુત્યુ પામેલ હોય અને માતા એ બીજા લગ્ન કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે,

ધોરણ 10 નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયારી કરી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા જો બોર્ડની પરીક્ષા નું ફ્રોમ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે


-----------> કેટલો લાભ મળે

૱3000 ની માસિક સહાય સારસંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામાં આવે છે

----------------> લાભ કયાંથી મળે

આ યોજનાના ફ્રોમ જે તે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ની કચેરી એથી મળશે. 

આ યોજનાનો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીટેન્ડર અને જિલ્લા વિભાગ તરફથી થાય છે

સહાય મજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામે સાથેનું સંયુક્ત નામનું એકાઉન્ટ ખોલવાનું રેહશે

---------------> કયા કયા પુરાવા જોઇએ

1. ઉંમરનો દાખલો - બાળકના ઉમરના દાખલા માટે જન્મનો દાખલો શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ

2. અરજદારની ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડની નકલ

3. બાળકના માતા-પિતા ના મરણનો દાખલો

4. પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ કક્ષાએ ૱27,000  અને શહેરી કક્ષાએ ૱36,000 થી વધુ હોવી જોઈએ તે અંગેનો ગ્રામ કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો અને શહેરી કક્ષાએ મામલતદાર શ્રી નો આવક નો દાખલો

5. 3થી6 વર્ષેની ઉંમરના બાળક માટે આંગણવાડીમાં જતા 
હોય તેનું CDP ઓનું પ્રમાણપત્ર 

6. 6વર્ષ થી વધુ ઉંમર માટેના બાળક શાળામાં અભ્યાસ કરે છે તે અંગેનું આચાર્ય પાસેથી શાળાએ જતા હોય તેનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે



Comments

Popular posts from this blog

આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે